ભારત ન્યૂઝ 1 બ્યુરોચીફ ગુજરાત -મિહિરકુમાર શિકારી
મહિલા અનામત બિલ પર દેશના પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી સહી કરી કાયદો બનાવશે. – નરેન્દ્રભાઇ મોદી
—-
ગુજરાતના 22 જિલ્લા અને સાડા સાત હજાર ગ્રામ પંચાયતોને વાઇફાઇ પહોંચાડવાનું કામ આજે પુર્ણ થયું. – નરેન્દ્રભાઇ મોદી
—-
કોંગ્રેસની સરકારમાં ગરિબોનું ઘર એ માત્ર એક આંકડો હોય પરંતુ અમારા માટે ઘર બને એટલે એને ગરિમા મળે તે માટે કામ કરીએ છીએ. – નરેન્દ્રભાઇ મોદી
—-
મારા નામે હજુ ઘર નથી પણ દેશની લાખો દિકરીઓના નામે ઘર કરી દીધા.– નરેન્દ્રભાઇ મોદી
—-
ગુજરાતમાં કામ કરતા કરતા અને તમારી વચ્ચે રહી જે શિખવા મળ્યું તે આજે મને દિલ્હીમાં ખૂબ કામ આવે છે.- નરેન્દ્રભાઇ મોદી
—-
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે જ્યારે ગુજરાત પધાર્યા છે ત્યારે વિકાસના કાર્યોની ભેટ આપી છે.- ભુપેન્દ્રભાઇ પટેલ.
બોડેલી છોટાઉદેપુર ખાતે મિશન સ્કુલ ઓફ એક્સલેન્સ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં વડાપ્રધાનના વરદ હસ્તે વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 પ્રોજકેટ શિલાન્યાસ સહિત ગુજરાત સરકારના કુલ 5206 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજયનામંત્રી કુબેરભાઇ ડિંડોરએ સ્વાગત સંબોધન કર્યુ.
આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, આજે બોડલી, છોટાઉદેપુર, ઉમરગામથી અંબાજી સુધીના પટ્ટામાં અનેક વિધ વિકાસની યોજના સાથે તમારા દર્શન કરવાની તક મળી છે. ગુજરાતના 22 જિલ્લા અને સાડા સાત હજાર ગ્રામ પંચાયતોને વાઇફાઇ પહોંચાડવાનું કામ આજે પુર્ણ થયું. ગામડામાં રહેનાર લાખો ગ્રામીણ ભાઇ-બહેનો માટે મોબાઇલ ઇન્ટરનેટ નવું નથી. ખૂબ ઓછી કિમંતમાં ઇન્ટરનેટની ઉત્તમ સેવા ગામડામાં પણ મળશે. મારે તો મુખ્યમંત્રી હતો તે પહેલા પણ બોડેલી અને આદિવાસીભાઇ-બહેનો સાથે નાતો રહ્યો છે. આજે મને એ બાળકોને મળવાનો મોકો મળ્યો જેમને મે આગંળી પકડી સ્કુલ પહોંચાડયા હતા આજે તેમાથી કોઇ ડોકટર તો કોઇ શિક્ષક બની ગયા. આજે પહેલા કરેલા કામને સાર્થક થતા જોઇ મનમાં વિશ્વાસની અનુભૂતી થાય કે તે સમયે કરેલો પરિશ્રમ આજે રંગ લાવી રહ્યો છે. આજે નવી શાળા, રસ્તાઓ,મકાન, પાણીની વ્યવસ્થા મળે છે.ગરિબોનો પડકાર કેવો હોય તે જાણું છું અને એટલા માટે તેમની સમસ્યાના સમાઘાન માટે મથામણ કરુ છું. આજે ગરિબો માટે ચાર કરોડથી વઘારે પાકા ઘર બનાવી દીધા. પહેલાની સરકારોમાં ગરિબોનું ઘર એ માત્ર એક આંકડો હોય પરંતુ અમારા માટે ઘર બને એટલે એને ગરિમા મળે તે માટે કામ કરીએ છીએ. આજે મહિલાઓના નામે ઘરની માલીકી થાય છે એટલે આજે ગુજરાતની બહેનો લખપતી દીદી બની ગઇ છે. મારા નામે હજુ ઘર નથી પણ દેશની લાખો દિકરીઓના નામે ઘર કરી દીધા.
ભારત ન્યૂઝ 1 ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો. વેબ પોર્ટલ ચેનલ :- https://bharatnews1.com યુટ્યુબ ચેનલ :- https://www.youtube.com/@BharatNews1-23 ટેલીગ્રામ ચેનલ :- https://t.me/bharatnews1newschannel વોટ્સઅપ ચેનલ :- https://chat.whatsapp.com/IBZfYz989diHkQlutWcHjO ફેસબુક પેજ :- https://www.facebook.com/profile.php?id=100095691483970&mibextid=ZbWKwL
શ્રી મોદી સાહેબે ગુજરાતમાં પાણીની સ્થિતિ અંગે જણાવતા કહ્યુ કે, પહેલા પાણીની સ્થિતિ શું હતી તે આ ગુજરાતના ગામડાના લોકો જાણે છે. આજે નળથી જળ ઘરે આવે તેની વ્યવસ્થા કરી. ગુજરાતમાં કામ કરતા કરતા અને તમારી વચ્ચે રહી જે શિખવા મળ્યું તે આજે મને દિલ્હીમાં ખૂબ કામ આવે છે. ચાર વર્ષ પહેલા આપણે જળ જીવન મિશન શરૂ કર્યુ આજે દસ કરોડ પરિવારોમાં પાઇપથી પાણી ઘરે પહોંચે છે. છેલ્લા 2 દસકમાં ગુજરાતમાં સ્કીલ ડેવલોપમેન્ટ અને શીક્ષણ પર ખૂબ ભાર આપ્યો છે. બે દસક પહેલા સ્કુલ, કોલેજ અને શિક્ષકની સંખ્યાની શુ સ્થિતિ હતી તે જાણો છો. છેલ્લા બે દસકમાં શિક્ષકોની નીયુકતી માટે બે લાખ શિક્ષકોની ભરતીનું અભિયાન ચલાવ્યુ.સવા લાખથી વધારે નવા ક્લાસ રૂમ બનાવ્યા.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, આજે દેશની સિમામાં આદિવાસી સમાજનો જવાન સિમા પર દેશની સુરક્ષા કરતા નજરે આવે. એકલા આદિવાસી પટ્ટામાં ભાજપ સરકારે 25 હજાર નવા ક્લાસ રૂમ અને પાંચ મેડિકલ કોલેજ બનાવી છે. અનેક દશકો પછી દેશમાં નવી શિક્ષણ નીતી લાગુ થઇ. બાળકને સ્થાનિક ભાષામાં ભણતર કરી શકે તે માટે પ્રયાસ કર્યો.દેશભરમાં 14 હજાર કરતા વધુ પીએમ શ્રી સ્કુલ બનાવાનું શરૂ કર્યુ. એસી.એસટી વિદ્યાર્થીઓ માટે સ્કોલર શિપમાં ખૂબ મોટી પ્રગતી કરી છે. કૌશલ વિકાસ પર કેવી રીતે જમીન સ્તર પર બળ આપ્યુ છે તે અંગે વિસ્તૃત માહિતી આપી. આદિવાસીભાઇઓ નાની નાની સુવિધાઓ માટે આઝાદીના વર્ષો સુધી વંચિત રહેલા . માતા બહેનો તેમના હક માટે વંચિત રહેતી અને આજે મોદી એક પછી એક સમસ્યાને દુર કરી રહ્યા છે ત્યારે વિરોધીઓને નવા નવા ખેલ કરવાનું સુજે છે, ભાગલા કરવાનું, સમાજને ગેર માર્ગે લઇ જવાનું સુઝે છે. લોકસભા અને વિઘાનસભામાં વધુમાં વધુ બહેનો ભાગીદારી કરે તે માટે રસ્તો ખોલી દીધો છે. મહિલા અનામત બિલ પર દેશની પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિજી શ્રી દ્રોપદી મુર્મુજી સહી કરી કાયદો બનાવશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જ્યારે જ્યારે ગુજરાત પધાર્યા છે ત્યારે વિકાસના કાર્યોની ભેટ આપી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના હસ્તે આજે વિલેજમાં વાઇફાઇ પ્રોજકેટ, ગુજરાતમાં માળખાકીય અને જળવ્યવસ્થાના કામ, એક બ્રિજનું લોકાર્પણ, એક બ્રીજનું ખાતમૂહર્ત કરી ભેટ આપણને આપવાના છે.આ કાર્યક્રમમાં રાજયના મંત્રીશ્રીઓ સહિત સાંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ સગંઠનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.