ભારત ન્યૂઝ 1 ગુજરાત બ્યુરો :- મિહિરકુમાર શિકારી
જીતવુ અને એ પણ ભવ્ય જીતવું તે કોઇએ શિખવુ હોય તો તે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસેથી શિખવું પડે. – સી.આર.પાટીલ
છેલ્લા 25 વર્ષથી પણ વધારે સમય સુધી ભાવનગરની સહકારી બેંકમાં જીત નહોતી મળી પરંતુ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં જીત મળી છે. – રજનીભાઇ પટેલ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ઉંઝાના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યશસ્વી બુથ કાર્યકર્તા સન્માન સમારોહ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ગીરીશભાઇ રાજગોરે પ્રાસંગીક સંબોધન કર્યુ તેમજ ધારાસભ્ય કિરિટભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યુ.
પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, બુથ કાર્યકર્તાઓનો સન્માન સમારોહ આખા દેશમાં પહેલો કાર્યક્રમ યોજવા બદલ સૌને અભિનંદન. જીતવુ અને એ પણ ભવ્ય જીતવું તે કોઇએ શિખવુ હોય તો તે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસેથી શિખવું પડે. સહકાર ક્ષેત્રે પહેલા ઇલુ ઇલુ ચાલતું હતુ જેને ભાજપે બંધ કરાવ્યું. આજે તમામ ગુજરાતની ડેરીઓ ભાજપના કાર્યકર્તાઓ પાસે છે. તમામ ડિ.કો.ઓ.બેંક ભાજપ પાસે છે. તમામ સુગર ફેક્ટરી,ખેતી બેંક, એપીએમસી, નાગરિક બેંકમાં ભાજપના કાર્યકર્તાઓ સુદ્રઠ વહિવટ કરે છે. સહકારી ક્ષેત્રોમાં આપણા આગેવાનોએ દૂધનો ભાવ વધાર્યા વગર દૂધ ઉત્પાદકોને વઘારે ભાવ આપ્યો. લોકોમાં આજે ભાજપના કાર્યકરો પર વિશ્વાસનું વાતાવરણ સર્જાયુ છે તે બદલ સૌને શુભેચ્છા પાઠવું છું. આજે ત્રણ વર્ષમાં એક પણ કાર્યકરે ચૂંટાયેલા પ્રતિનિધીની ફરિયાદ નથી કરી તે પણ આનંદની વાત છે. આજે આખી દુનિયામાં કોઇ પણ રાજકીય પાર્ટી પાસે સૌથી વધુ કાર્યકર્તા ભાજપા પાસે છે. જો બુથનો એક-એક કાર્યકર બુથ જીતવાનો પ્રયત્ન કરે તો ક્યારેય આપણે હારીશું નહી. કાર્યકર્તાઓનો અધિકાર છીનવાની કોઇની તાકાત નથી. બુથમાં વધુને વધુ સંપર્ક કરવમાં આવે અને એક પણ બુથ માઇનસ ન જાય તેની ચિંતા પણ કાર્યકર્તા કરે.
ભારત ન્યૂઝ 1 સબસ્ક્રાઈબ કરો અને શેર કરો
વેબ ચેનલ :-https://bharatnews1.com/
યુટ્યુબ ચેનલ. :- https://www.youtube.com/@BharatNews1-23
ટેલીગ્રામ ચેનલ. :- https://t.me/bharatnews1newschannel
વોટ્સઅપ ચેનલ :- https://chat.whatsapp.com/IBZfYz989diHkQlutWcHjO
ફેસબુક પેજ. :- https://www.facebook.com/profile.php?id=100095691483970&mibextid=ZbWKwL
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજનો દિવસ ભાજપાના દરેક કાર્યકર્તા માટે ખૂબ મહત્વનો છે. શ્રી પંડિત દિનદયાળજી ઉપાધ્યાયની જન્મજંયતિ છે આ દિવસ કાર્યકર બુથ પર જઇ ઉજવણી કરતો હોય છે. આજે જે બુથ પર 500 કરતા વધારે મતોથી પ્લસ થયા છે તે કાર્યકર્તાઓને સન્માનીત કરવાનો વિચાર પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો છે અને તેની શરૂઆત ઉંઝાથી થઇ છે. પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શનમાં આપણે દરેક ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે અને દરેક ચૂંટણીમાં કાર્યકર્તાઓ જીત મેળવે તેમ માર્ગદર્શન આપણને આપ્યુ છે જેના કારણે દરેક ચૂંટણીમાં વિજય થયો છે. આજે એકાદ સંસ્થાને બાદ કરતા દરેક સંસ્થા પર ભાજપ નો કાર્યકર સેવા કરી રહ્યો છે. છેલ્લા 25 વર્ષથી પણ વધારે સમય સુધી ભાવનગર ની સહકારી બેંકમાં જીત નહોતી મળી પરંતુ પ્રદેશ અધ્યક્ષ ના નેતૃત્વમાં જીત મળી છે. પ્રદેશ અધ્યક્ષ ના પેજ સમિતિના શસ્ત્ર થકી દરેક ચૂંટણીમાં જીત મળી રહી છે. લોકસભાની ચૂંટણીમાં પણ 26 બેઠકોતો જીતવાના છીએ પરંતુ દરેક બેઠક પાંચ લાખની લીડથી જીતવાનો સંકલ્પ આપણને આપ્યો છે તે સફળતાથી પ્રાપ્ત કરીએ.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, સાંસદ શારદાબેન પટેલ,મહેસાણા જિલ્લાના પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી એમ.એસ.પટેલ, જિલ્લાના પ્રમુખશ્રી ગીરીશભાઇ રાજગોર, ધારાસભ્યશ્રીઓ શ્રી કિરીટભાઈ,શ્રી કરશનભાઇ સોલંકી, શ્રી મુકેશભાઇ પટેલ,શ્રી સુખાજી ઠાકોર,શ્રી શરદારભાઇ ચૌધરી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તૃષાબેન,પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી મંયકભાઇ નાયક, એ.પી.એમ.સીના ચેરમેનશ્રી દિનેશભાઇ,ડેરીના ચેરમેન અશોકભાઈ સહિત તાલુકા-શહેર મંડળના પ્રમુખ,મહામંત્રીશ્રીઓ અને મોટી સંખ્યામાં બુથ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.