Search
Close this search box.

ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા ‘સ્ટાર્ટ-અપ કોન્ક્લેવ 2023’ નો શુભારંભ

ભારત ન્યૂઝ 1 ગુજરાત 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર, રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં VGGS2024 ના પૂર્વાર્ધરૂપે ગાંધીનગર ખાતે આયોજિત ‘સ્ટાર્ટ-અપ કોન્ક્લેવ 2023’ નો શુભારંભ કરાવ્યો હતો.

આ અવસરે મહાનુભાવોના હસ્તે રાજ્યના વિવિધ સરકારી વિભાગો-ઔદ્યોગિક ગૃહોને સ્પર્શતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ સૂચવતા ‘ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન-2023’ના વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા તેમજ ‘ઇન્વેસ્ટર્સ પિચ’ના વિજેતાઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, New India Vibrant Hackathon-2023 ના રિપોર્ટ તેમજ 75 જેટલા ટેક્નોલોજીકલ સ્ટાર્ટ-અપ્સને દર્શાવતી કોફી ટેબલ બુકનું વિમોચન પણ સંપન્ન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની યુવાશક્તિના સામર્થ્યને પ્રોત્સાહન આપી ‘વિકસિત ભારત@2047’ નું લક્ષ્ય પાર પાડવા માટે સ્ટાર્ટ-અપ ઇનોવેશનને અગ્રતા આપી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં દેશના ટેલેન્ટ પૂલને પ્રોત્સાહન, વિશેષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મિકેનિઝમ પૂરું પાડવા વર્ષ 2016 માં #StartUpIndia ની શરૂઆત થયેલ અને આજે ભારત 108 યુનિકોર્ન સ્ટાર્ટ-અપ્સ સાથે વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ ધરાવતો દેશ બન્યો છે.

મુખ્યમંત્રી એ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ દેશની પ્રથમ ‘સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી’ (SSIP) સહિત સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપતી વિવિધ નીતિઓ અને તેનાં સફળ પરિણામો-સિદ્ધિઓની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન ના સંકલ્પ અને પરિયોજનાઓના અમલમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે અને દેશમાં વિકાસનું રોલ મોડેલ બન્યું છે. મુખ્યમંત્રી એ આ સ્ટાર્ટ-અપ કોન્કલેવ યુવા સ્ટાર્ટ-અપ્સને દુનિયા સાથે જોડવા તેમજ ઇનોવેટિવ આઇડિયાઝ અને નોલેજ શેરિંગ માટેનું ઉત્તમ માધ્યમ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ‘સ્ટાર્ટ-અપ કોન્ક્લેવ 2023’ના અવસરે વિવિધ સ્ટાર્ટ-અપ્સ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ રસપ્રદ ઈનોવેશન અને પ્રોડક્ટ્સ નિહાળ્યા હતા તેમજ સ્ટાર્ટઅપ્સ ફાઉન્ડર્સ સાથે સંવાદ સાધ્યો હતો.

Bharat News1
Author: Bharat News1

भारत न्यूज़ 1 चैनल को सब्सक्राइब करने के लिए नीचे दिए गए लिंक पर क्लिक करें।

वेब पोर्टल चैनल:- https://bhartnews1.com
यूट्यूब चैनल:- https://www.youtube.com/@Bharatnews1-23
*टेलीग्राम चैनल :-*https://t.me/bhartnews1newschannel
व्हाट्सएप चैनल :- https://chat.whatsapp.com/IBZfYz989diHkQlutWcHjO
*फेसबुक पेज:-*https://www.facebook.com/profile.php?id=100095691483970&mibextid=ZbWKwL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Like

Read More