ભારત ન્યૂઝ 1 અમદાવાદ
તાજેતરમાં મુંબઈ ખાતે નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં સાઉથ -ઇસ્ટ એશિયાનો સૌથી મોટા ૧૬માં ઑટોમેશન એક્સ્પો નું આયોજન થયું હતું . જેનું આયોજન મુંબઈ ની ૪૦ વર્ષ થી વધારે જૂની સંસ્થા આઈ . ઈ . ડી . કેમ્યુનિકેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ આઈ . ઈ . ડી . કેમ્યુનિકેશન દ્વારા ઇન્ડસ્ટ્રીઅલ ઑટોમેશન મેગઝીન નામનું ભારતનું નંબર- ૧ રેન્ક નું મેગઝીન પ્રકશિત થાય છે . અમને જણાવતા ખુબ જ ગર્વ થાય છે કે આવા આંતરરાષ્ટ્રીય કક્ષા ના ઇન્ડસ્ટ્રીઅલ મેગઝીનમાં આપણા વાતની વડોદરાના દર્શના મનીષ ઠક્કર એમ . એસ . એમ . ઈ . અને સ્ટાર્ટ અપ માટેના ટેક્નિકલ આર્ટિકલ લખે છે
આ વર્ષે આ આઈ . ઈ . ડી . કેમ્યુનિકેશન દ્વારા ઇન્ડિયા ઑટોમેશન ચેલેંજ ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા દર્શનાબેન ઠક્કર આ ચેલેંજ અને એવોર્ડ પ્રોગ્રામ ની આયોજન સમિતિ નો ભાગ હતા . આ ઉપરાંત તેઓ ઇનોવેશન ચેલેંજના જૂરી પણ હતા .“ભારત, સ્વતંત્રતાના 76 વર્ષની ઉજવણી કરતી વખતે, વિશ્વની 3જી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ છે. ભારત 115 યુનિકોર્ન સ્ટાર્ટ-અપ્સનું ઘર છે જેની સંયુક્ત કિંમત US $350 બિલિયન છે. યુનિકોર્નની સંખ્યાના સંદર્ભમાં ભારત ત્રીજું સ્થાન ધરાવે છે,2016માં ભારતમાં માત્ર 452 માન્ય સ્ટાર્ટ-અપ્સ હતા. જો કે, તે આંકડો 2022માં 84,012 પર પહોંચી ગયો, જે 18,586% ની ભારે વૃદ્ધિ દર્શાવે છે.
क्या आप भारत के जागृत और देशभक्त नागरिक हैं।अगर आप है तो हमारे न्यूज चैनल्स के साथ जुड़कर आप अपने क्षेत्र के तहसील क्षेत्र पंचायत, जिला क्षेत्र पंचायत और राज्य के सामाजिक, धार्मिक, राजनीतिक, शैक्षणिक संस्थाओं, सहकारिता, कृषि क्षेत्र और अन्य सभी क्षेत्रों के समाचार भेजकर पत्रकार और हमारी न्यूज चैनल्स के प्रेस प्रतिनिधि बन सकते हैं और आप अपने राज्य में जनजागृति बढ़ाने में अपना योगदान दे सकते हैं।हमारे साथ जुड़ने के लिए नीचे दिए गए लिंक पर आप जुड़कर अपना सहयोग प्रदान कर सकते हैं।???????????????????????????????? *ભારત ન્યૂઝ 1 ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.* *વેબ પોર્ટલ ચેનલ :-*https://bharatnews1.com *યુટ્યુબ ચેનલ :-*https://www.youtube.com/@BharatNews1-23* *ટેલીગ્રામ ચેનલ :-*https://t.me/bharatnews1newschannel *વોટ્સઅપ ચેનલ :-*https://chat.whatsapp.com/IBZfYz989diHkQlutWcHjO *ફેસબુક પેજ :-* https://www.facebook.com/profile.php?id=100095691483970&mibextid=ZbWKwL
તેમ છતાં લગભગ 34% સ્ટાર્ટ-અપ્સ પ્રોડક્ટ-માર્કેટ ફિટના અભાવે નિષ્ફળ જાય છે. આપણી યુવા પ્રતિભા ઉભરતી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમાજની ગંભીર સમસ્યાઓને હલ કરી શકે છે. પરંતુ અનુભવની અછતને કારણે તેઓ પ્રોડક્ટ-માર્કેટ ફિટનું સંચાલન કરી શકતા નથી. સ્ટાર્ટ એપ ઈકો સિસ્ટમ -નવા ભારત નું ઊભરતું ક્ષેત્ર છે . દર્શના ઠક્કર સ્ટાર્ટ એપને મેન્ટરીંગ અને હેન્ડ – હોલ્ડિંગ સપોર્ટ આપે છેIED કોમ્યુનિકેશન્સમાં, અમે ઓટોમેશન એક્સ્પો 2023 દરમિયાન આવા યુવા સંશોધકોને એક્સપોઝર, નેટવર્કિંગની તકો અને ઉદ્યોગ ક્ષેત્રોમાં ઓળખ આપીને તેમને ઓળખવા અને સન્માનિત કરવાનું નક્કી કર્યું “ દર્શનાબેન જણાવે છે.“ IAC 2023 માટે દેશ ભરમાં થી 100 થી વધુ એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ હતી. આ પ્રોજેક્ટ્સ નવી ટેક્નોલોજી ના વિકાસમાં ઉત્સુક વિદ્યાર્થીઓની રુચિ દર્શાવે છે. 100 માંથી, જ્યુરી પેનલ માટે આગામી જ્યુરી રાઉન્ડ માટે પ્રોજેક્ટને સિલેક્ટ કરવા એ મુશ્કેલ હતી. છેલ્લે, અમે ટેકનિકલ પ્રેઝન્ટેશન અને પ્લાનિંગ અને ઇમ્પ્લીમેન્ટેશન પિચ ડેક માટે 27 એન્ટ્રીઓ ટૂંકી સૂચિબદ્ધ કરી.
ગ્રાન્ડ ફિનાલે માટે ટોચના 10 ફાઇનલિસ્ટને પસંદ કરવા જ્યુરી સભ્યો માટે આગળનો રાઉન્ડ વધુ પડકારજનક હતો. “ દર્શના ઠક્કર જણાવે છે આવા આંતરરાષ્ટ્રીય કક્ષા ને એક્સ્પો માં યોજાયેલ આવી રાષ્ટ્રીય કક્ષા ની ઇનોવેશન ચેલેન્જ માં શરૂઆત થી અંત સુધી મહત્વની ભૂમિકા બદલ આપણા દર્શનાબેન ઠક્કરને પ્રોગ્રામ અને એવોર્ડ સમારોહ માં સન્માનિત કરવા માં આવ્યા હતા.દર્શનાબેન આઈ . ઈ . ડી . કેમ્યુનિકેશનના ડાઈરેક્ટર બેનિડિતા ચેટીયાર નો ખુબ આભાર મને છે કે જેમને તેમની ટેક્નિકલ અને એનાલિટિકલ ક્ષમતા માં વિશ્વાસ મૂકી ને તેમને આવી મહત્વની ભૂમિકા માટેની તક આપી .
આપણા માટે ખુબ જ ગર્વ ની વાત છે કે આપણા વડોદરા ના એવા દર્શનાબેન ઠક્કર આવા આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રોગ્રામ માં મહત્વનો ફાળો આપે છે . કપડવંજ જેવા નાના ગામ ની મ્યુનિસિપલ સ્કૂલ માં થી અભ્યાસ કર્યા પછી પણ તેઓ ઉચ્ચ અભ્યાસ કરીને ઘણી મોટી કહેવાય તેવી સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે . આપણા માટે આ ખૂબ જ ગર્વ ની વાત છે અને તેઓ નાના શહરોના યુવાનો માટે ઉદાહરણ રૂપ છે.વડોદરા અને ગુજરાત નું ગૌરવ એવા મહિલા ઉદ્યોગ સાહસિક દર્શનાબેન ઠક્કરને ખુબ ખુબ શુભકામના ઓ.
(મિહિરકુમાર શિકારી, ગુજરાત બ્યુરો ચીફ)