ભારત ન્યૂઝ 1 અમદાવાદ
કોંગ્રેસીઓ કહેતા હતા કે મંદિર વહી બનાયેંગે પર તારીખ નહી બતાયેંગે, આજે મને કહેતા ગર્વ થાય છે કે જાન્યુઆરી 2024 માં ભગવાન શ્રીરામનું મંદિર બનીને તૈયાર થઈ જશે અને આપણે સૌ શ્રી રામના દર્શન કરી શકીશું:- શ્રી સી.આર.પાટીલ
_______
આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 માંથી 26 બેઠકો આપણે જીતીશું અને તે પણ પાંચ લાખથી વધુની લીડ સાથે જીતીને બતાવીશું:- શ્રી સી.આર.પાટીલ
_______
આજરોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જીની વિશેષ ઉપસ્થિતિમાં સમસ્ત હિન્દીભાષી સમાજ દ્વારા સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીશ્રી ઓના અભિવાદન સમારોહનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતું.
સી.આર.પાટીલજી એ જણાવ્યું હતું કે, આપ સૌ દ્વારા જે વાતાવરણ ઊભું કરાયું છે તે અભૂતપૂર્વ છે. આ જનમેદની ને હું નમન કરું છું. ભારતીય જનતા પાર્ટીના 105 કોર્પોરેટરોને હું અભિનંદન આપું છું સાથે નો રિપીટ થિયરી અપનાવ્યા બાદ પણ આપ સૌએ નવા લોકોને જે તક આપી છે અને જે પ્રેમ આપ્યો છે તેના માટે અમે સૌ હંમેશા રૂણી રહીશું.
પાટીલજીએ વધુમાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યુવાનો અને મહિલાઓને વધુમાં વધુ તક આપવામાં માને છે, અને તેથી જ દેશની મહિલાઓને 33% અનામત આપી તેમનું સન્માન વધારવાનું કામ કર્યું છે સાથે મહિલાઓને તેમનો અધિકાર આપ્યો છે. કોંગ્રેસે દેશ ઉપર 60 વર્ષ રાજ કર્યું પણ ક્યારેય મહિલાઓનું માન જાળવી શક્યા નહીં અને આપણા મોદી સાહેબે એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવી મહિલાઓ પ્રત્યે તેમનો આદરભાવ સ્પષ્ટ કર્યો છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ તાકાત છે કે લોકસભામાં મહિલા અનામત બીલ માટે 456 માંથી 454 લોકોએ આ બિલના સમર્થનમાં વોટ આપ્યા.
પાટીલ જીએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા જ્યારે ચંદ્રયાન થોડા માટે નિષ્ફળ રહ્યું હતું અને આપણા સાયન્ટિસ્ટ ના આંખમાં આંસુ આવ્યા હતા ત્યારે માનનીય વડાપ્રધાને તેમને ગળે લગાવી તેમનું આત્મબળ વધાર્યું હતું અને તેના પરિણામે આજે ચંદ્રયાન સફળ રહ્યું અને આખા વિશ્વએ ભારતની તાકાતનો પરચો મેળવ્યો. G20 સમિટના સફળ આયોજન થકી આખી દુનિયાએ ભારતની સંસ્કૃતિ અને ભારતની મહેમાનગતિ માણી તે આપણા વડાપ્રધાન ની વૈશ્વિક લોકપ્રિયતા દર્શાવે છે. કોંગ્રેસીઓ કહેતા હતા કે મંદિર વહી બનાયેંગે પર તારીખ નહી બતાયેંગે, આજે મને કહેતા ગર્વ થાય છે કે જાન્યુઆરી 2024 માં ભગવાન શ્રીરામનું મંદિર બનીને તૈયાર થઈ જશે અને આપણે સૌ શ્રીરામના દર્શન કરી શકીશું આ મોદી સાહેબના વચનની કટિબદ્ધતા બતાવે છે.
क्या आप भारत के जागृत और देशभक्त नागरिक हैं।अगर आप है तो हमारे न्यूज चैनल्स के साथ जुड़कर आप अपने क्षेत्र के तहसील क्षेत्र पंचायत, जिला क्षेत्र पंचायत और राज्य के सामाजिक, धार्मिक, राजनीतिक, शैक्षणिक संस्थाओं के समाचार भेजकर पत्रकार और हमारी न्यूज चैनल्स के प्रेस प्रतिनिधि बन सकते हैं और आप अपने राज्य में जनजागृति बढ़ाने में अपना योगदान दे सकते हैं।हमारे साथ जुड़ने के लिए नीचे दिए गए लिंक पर आप जुड़कर अपना सहयोग प्रदान कर सकते हैं।???????????????????????????????? *भारत न्यूज़ 1 चैनल को सब्सक्राइब करने के लिए नीचे दिए गए लिंक पर क्लिक करें।* *वेब पोर्टल चैनल:-* http://www.bhartnews1.com *यूट्यूब चैनल:-* https://www.youtube.com/@Bharatnews1-23 *टेलीग्राम चैनल :-*https://t.me/bhartnews1newschannel *व्हाट्सएप चैनल :-* https://chat.whatsapp.com/IBZfYz989diHkQlutWcHjO *फेसबुक पेज:-*https://www.facebook.com/profile.php?id=100095691483970&mibextid=ZbWKwL
સી.આર.પાટીલ જીએ જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં 20 સીટો એવી હતી કે જે આપણે 5,000 થી ઓછા મતે હાર્યા છીએ તેથી 182 ના લક્ષ્યાંક સુધી પહોચવામાં આપણે થોડા પાછળ રહી ગયા અને 156 બેઠકો જીતીને લાવ્યા પરંતુ મને વિશ્વાસ છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 માંથી 26 બેઠકો આપણે જીતીશું અને તે પણ પાંચ લાખથી વધુની લીડ સાથે જીતીને બતાવીશું. પાટીલે મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને સૌ પ્રજાજનોને આશ્વસ્ત કર્યા હતા કે આપ સૌની સેવામાં સૌ પદાધિકારીઓ હંમેશા હાજર રહેશે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યસરકારના મંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય મનુભાઈ, સુરત મહાનગર ભાજપાના પ્રમુખ નિરંજન જાજમેરા , સુરતના મેયર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક, તેમજ મહાનગરપાલિકાની તમામ કમિટીના ચેરમેનો, પાર્ટીના પદાધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
મિહિરકુમાર શિકારી-બ્યુરોચીફ ગુજરાત