Search
Close this search box.

અમદાવાદના ઇતિહાસમાં સર્વપ્રથમ વાર ૯૯ શ્રી જૈન સંઘોની વિરાટ સામૂહિક રથયાત્રા

ભારત ન્યૂઝ 1 અમદાવાદ

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, ભાજપના સહ પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેશે તથા રથયાત્રાને  રવિવારે સવારે 8:30 કલાકે જિન શાસનની ધ્વજા ફરકાવીને ધરણીધર દેરાસરથી પ્રસ્થાન કરાવશે.

રવિવાર તારીખ 1 ઓક્ટોબરના સવારે આઠ વાગે ધરણીધર ચાર રસ્તા પાસેથી ૯૯ જૈન સંઘોની વિરાટ સામૂહિક રથયાત્રાનું પ્રયાણ થશે. આ રથયાત્રામાં વિવિધ પ્રકારની રચનાઓ, તપસ્વીઓના શણગારેલા ઉટગાડા, વાજિંત્રો, જૈન શ્રેષ્ઠિઓનું સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે, આઝાદીમાં યોગદાન દર્શાવતા ટેબલો અને હિંસા મુકત વિશ્વ વિગેરેની રચનાઓ બનાવવામાં આવી છે.

જૈન ધર્મમાં પર્યુષણ પર્વ પૂર્ણ થયા પછી ભગવાનના ઉપકારોને યાદ કરી જિનશાસનની પ્રભાવના અને જગતના સર્વ જીવોના કલ્યાણ હેતુ રથયાત્રા નીકળવાનું કર્તવ્ય છે. આ પરંપરા વર્ષ વર્ષોથી ચાલી આવે છે. આજ સુધી દરેક સંઘ પોતાના વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરતા હતા, પરંતુ ગયા વર્ષથી પરમપૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી સામૂહિક રથયાત્રાનું આયોજન કરવાનું શરૂ થયેલ. જેમાં 45 જેટલા સંઘો ગયા વર્ષે આ આયોજનમાં જોડાયેલ. આ વર્ષે આ આયોજન વિસ્તાર પામીને ૯૯ જેટલા સંઘો આ વિરાટ સામુહિક રથયાત્રામાં જોડાયેલ છે. રાજનગર અમદાવાદ ના ઇતિહાસમાં ૯૯ સંઘોની સામુહિક રથયાત્રા પ્રાય: સર્વપ્રથમ વાર નીકળવાની છે.

*ભારત ન્યૂઝ 1 ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.*

*વેબ પોર્ટલ ચેનલ :-*https://bharatnews1.com 
*યુટ્યુબ ચેનલ :-*https://www.youtube.com/@BharatNews1-23*
*ટેલીગ્રામ ચેનલ :-*https://t.me/bharatnews1newschannel
*વોટ્સઅપ ચેનલ :-*https://chat.whatsapp.com/IBZfYz989diHkQlutWcHjO
*ફેસબુક પેજ :-* https://www.facebook.com/profile.php?id=100095691483970&mibextid=ZbWKwL

અમદાવાદના શ્રી જૈન સંઘોના સંગઠન એવા સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ મહાસંઘે જણાવ્યું કે અમારી ભાવના સમગ્ર અમદાવાદના તમામ જૈન સંઘોની એકમાત્ર સામૂહિક રથયાત્રા નીકળે તેવી છે. આવતા વર્ષે અમદાવાદના તમામે તમામ 200 જેટલા શ્રી સંઘો આયોજનમાં જોડાઈ તે માટે પ્રયત્ન કરવામાં આવશે. આ રથયાત્રામાં અનેક પૂજ્ય આચાર્ય ભગવન્ત્તો, સાધ્વીજી ભગવન્તો, શ્રાવક, શ્રાવિકાઓ વગેરે વિશાળ સંખ્યામાં જોડાવાના છે.

વિશ્વમાં શાંતિ, આધ્યાત્મિક સમૃદ્ધિ અને જગતના સર્વ જીવોનું કલ્યાણ થાય તેવા શુભ આશયથી આ રથયાત્રાનું સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે. આ રથયાત્રા ધરણીધર જૈન દેરાસર પાસેથી નહેરુનગર ચાર રસ્તા, ગુજરાત યુનિવર્સિટી રોડ, દર્પણ પાંચ રસ્તા, દેવકીનંદન જૈન દેરાસર થઈ શ્રી નારણપુરા જૈન સંઘ ઉપાશ્રય ખાતે ધર્મસભામાં પરિવર્તિત થશે.

સમગ્ર રથયાત્રામાં યુવાનો પાઘડી, ખેસ અને બહેનો સાડી, ચણિયાચો ચોળી વિગેરે સાંસ્કૃતિક પોશાકમાં જોડાશે. રથયાત્રામાં વિવિધ પાઠશાળામાં ભણતા નાના બાળકો, બાલિકાઓ, મહિલા મંડળો, યુવક મંડળ વિશાળ સંખ્યામાં છે. 108 ફૂટ લાંબી શાસન ધજા લઈને સમગ્ર રથયાત્રામાં યુવાનો ચાલવાના છે.આ રથયાત્રાના પ્રારંભમાં અનેક જૈન શ્રેષ્ઠિઓ, સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના છે.સમગ્ર રથયાત્રાનું સંચાલન વિવિધ જૈન સંઘના યુવાનો દ્વારા કરવામાં આવશે.

સંપર્ક સૂત્ર:- શ્રી રિતેશ ભાઈ શાહ M – 98796 36260

Bharat News1
Author: Bharat News1

भारत न्यूज़ 1 चैनल को सब्सक्राइब करने के लिए नीचे दिए गए लिंक पर क्लिक करें।

वेब पोर्टल चैनल:- https://bhartnews1.com
यूट्यूब चैनल:- https://www.youtube.com/@Bharatnews1-23
*टेलीग्राम चैनल :-*https://t.me/bhartnews1newschannel
व्हाट्सएप चैनल :- https://chat.whatsapp.com/IBZfYz989diHkQlutWcHjO
*फेसबुक पेज:-*https://www.facebook.com/profile.php?id=100095691483970&mibextid=ZbWKwL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Like

Read More