ભારત ન્યૂઝ 1બ્યુરોચીફ મિહિરકુમાર શિકારી-ગુજરાત
છેલ્લા ૫૨ મહિનામાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રૂ.૧૭,૫૪૪ કરોડના પ્રજાલક્ષી કાર્યો થયા હોવાનું જણાવતા અમિતભાઈ શાહ
છેલ્લા ૪ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં નવી સંસદ, વિશ્વકર્મા યોજના, ચંદ્રયાન-૩ની સફળતા, G20ની યજમાની, અને નારી શક્તિ વંદન અધિનિયમ સહિતના નોંધપાત્ર કાર્યો થયા હોવાનું જણાવતા અમિતભાઈ શાહ
————-
વિષમ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક પરિસ્થિતિમાં, G20માં સર્વાનુમતે દિલ્હી ડીકલેરેશન જાહેર કરવાનું ભગીરથ કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે કર્યું છે.- અમિતભાઈ શાહ
————
રાજ્યની ભાજપા સરકાર સર્વજનહિતાય, સર્વજનસુખાયના મંત્ર સાથે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રીના દિશાદર્શનમાં ગુજરાતના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. – ભુપેન્દ્રભાઈ પટેલ
————-
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજરોજ ત્રાગડ ખાતે આયોજિત કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના રૂ.૧,૬૫૧ કરોડના ૩૯ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું જેમાં અ.મ્યુ.કો. અને ઔડામાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં રૂ.૨૬૭ કરોડના વોટર પ્રોજેક્ટ, રૂ.૧૧૨ કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ, રૂ.૨૦ કરોડના લાઈટ એનર્જી એફિસિયંસી સેલ પ્રોજેક્ટ, રૂ.૬ કરોડના ગાર્ડન પ્રોજેક્ટ, રૂ.૩ કરોડના AMTS પ્રોજેક્ટ, રૂ.૧ કરોડના હાઉસિંગ પ્રોજેક્ટ સહિત કુલ રૂ.૪૧૪ કરોડના ૧૪ પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણ તેમજ રૂ.૪૨૬ કરોડના વોટર પ્રોજેક્ટ, રૂ.૪૬૦ કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ, રૂ.૩૮ કરોડના બિલ્ડિંગ પ્રોજેક્ટ, રૂ.૧૭૧ કરોડના રોડ પ્રોજેક્ટ, રૂ.૧૪૨ કરોડના હાઉસિંગ પ્રોજેક્ટ સહિત રૂ.૧,૨૩૭ કરોડના ૨૫ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. શાહે પુનર્વિકાસ કરાયેલા સાબરમતીના રામનગર સ્લમ ક્વાટર્સના ૧૮ નવીન આવાસોનો કમ્પ્યુટરાઇઝડ ડ્રો કર્યો હતો. આ પૂર્વે તેઓએ સરખેજના ઓકફ તળાવ ઉપરાંત થલતેજના ભાડજ, ગોતાના ઓગણજ અને ચાંદલોડિયા ના જગતપુર ખાતેના ગામ તળાવના નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું તેમજ જનભાગીદારી થી તૈયાર થયેલ ચાંદલોડિયાના ત્રાગડ ગામના નવનિર્મિત તળાવ તેમજ લલિતા ગોવિંદ ઉદ્યાનનું લોકાર્પણ કર્યું હતું.
क्या आप भारत के जागृत और देशभक्त नागरिक हैं।अगर आप है तो हमारे न्यूज चैनल्स के साथ जुड़कर आप अपने क्षेत्र के तहसील क्षेत्र पंचायत, जिला क्षेत्र पंचायत और राज्य के सामाजिक, धार्मिक, राजनीतिक, शैक्षणिक संस्थाओं, सहकारिता, कृषि क्षेत्र और अन्य सभी क्षेत्रों के समाचार भेजकर पत्रकार और हमारी न्यूज चैनल्स के प्रेस प्रतिनिधि बन सकते हैं और आप अपने राज्य में जनजागृति बढ़ाने में अपना योगदान दे सकते हैं।हमारे साथ जुड़ने के लिए नीचे दिए गए लिंक पर आप जुड़कर अपना सहयोग प्रदान कर सकते हैं।???????????????????????????????? *ભારત ન્યૂઝ 1 ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.* *વેબ પોર્ટલ ચેનલ :-*https://bharatnews1.com *યુટ્યુબ ચેનલ :-*https://www.youtube.com/@BharatNews1-23* *ટેલીગ્રામ ચેનલ :-*https://t.me/bharatnews1newschannel *વોટ્સઅપ ચેનલ :-*https://chat.whatsapp.com/IBZfYz989diHkQlutWcHjO *ફેસબુક પેજ :-* https://www.facebook.com/profile.php?id=100095691483970&mibextid=ZbWKwL *भारत न्यूज़ 1 चैनल को सब्सक्राइब करने के लिए नीचे दिए गए लिंक पर क्लिक करें।* *वेब पोर्टल चैनल:-* http://www.bhartnews1.com *यूट्यूब चैनल:-* https://www.youtube.com/@भारतन्यूज़1-23 *टेलीग्राम चैनल :-*https://t.me/bhartnews1newschannel *व्हाट्सएप चैनल :-* https://chat.whatsapp.com/IBZfYz989diHkQlutWcHjO *फेसबुक पेज:-*https://www.facebook.com/profile.php?id=100095691483970&mibextid=ZbWKwL
આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા ૫૨ મહિનામાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રૂ. ૧૭,૫૪૪ કરોડના પ્રજાલક્ષી કાર્યો થયા છે, જ્યારે પણ મે પત્ર લખ્યો છે ત્યારે રાજ્ય સરકાર તેમજ અ.મ્યુ.કો. અને ઔડા, ગાંધીનગર મ્યુનસિપલ કોર્પોરેશન અને ગુડા દ્વારા પ્રજાલક્ષી કાર્યો માટે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે અને આજે અ.મ્યુ.કો. અને ઔડાના રૂ.૧,૬૫૧ કરોડના પ્રજાલક્ષી કાર્યોની જનતાને ભેટ મળી છે તે બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર તેમજ સ્થાનિક વહીવટી તંત્રને ધન્યવાદ પાઠવું છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવું છું કે તેઓ જનતા માંગણી કરે તે પહેલાં જ તે દિશામાં કામ કરવાની પરંપરા મુજબ આગળ વધી રહ્યા છે.
અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા ૨ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દુનિયાભરમાં ભારતનું નામ ખુબ ઊંચું થયું છે. નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી જ અંતરિક્ષ ક્ષેત્રે ભારત વિશ્વમાં સર્વોચ્ચ સ્થાને હોય તે સંકલ્પ સાથે ચાલી તેઓએ ઇસરોના વૈજ્ઞાનિકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું, ઇસરોનો કાયાકલ્પ કર્યો. સમગ્ર ભારત અને દુનિયાએ ચંદ્રયાન-૩ ની સફળતા જોઈ, ચંદ્ર પર તિરંગો જોયો એ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે. G20ની યજમાની અનેક દેશોએ કરી પરંતુ વિવિધ દેશના રાષ્ટ્રધ્યક્ષોએ એક મુખે કહ્યું કે, જે પ્રકારનું સુંદર આયોજન ભારતે કર્યું તેની સમકક્ષ આયોજન કરવું આગામી ૨૫ વર્ષ સુધી પડકાર સમાન છે. તેમણે વધુમાં જણાવ્યું કે, G20માં વિષમ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક પરિસ્થિતિમાં, રશિયા-યુક્રેન યુદ્ધના પડછાયામાં તમામ દેશોનુ સર્વાનુમતે દિલ્હી ડીકલેરેશન જાહેર કરવાનું ભગીરથ કાર્ય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારતે કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આફ્રિકન યુનીયનને G20માં જોડવાનું કાર્ય કર્યું. ભારત વિકસિત દેશોની સાથે પણ છે અને વિકસતા દેશોની સાથે પણ છે તેવો સંદેશ પ્રધાનમંત્રીએ વિશ્વભરમાં મોકલ્યો છે.
સહકાર મંત્રીએ જણાવ્યું હતું કે, નીતિ નિર્ધારણ અને કાયદા બનાવવા માટે મહિલાઓનું યોગદાન ખુબ જરૂરી છે ત્યારે ગણેશ ચતુર્થીના શુભદિને દેશની નવી સંસદમાં પ્રવેશ કરી પ્રધાનમંત્રીશ નરેન્દ્રભાઇ મોદીએ સૌ પ્રથમ બિલ નારી શક્તિ વંદન અધિનિયમ લાવી વિધાનસભા અને લોકસભામાં મહિલાઓ માટે ૩૩% આરક્ષણ આપી સમગ્ર વિશ્વમાં માતૃશક્તિ વંદના વિનમ્રતા સાથે કેવી રીતે કરી શકાય તેનું ઉદાહરણ રજૂ કર્યું છે. નારી સન્માન, માતા સન્માન ના જે ગળથુથીમાં સંસ્કાર મળ્યા છે તેને કાયદાના જામા પહેરાવવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે. Women led developmentના વિચારને નારી શક્તિ વંદન અધિનિયમ થકી પ્રધાનમંત્રીશ્ નરેન્દ્રભાઇ મોદીએ વાસ્તવિકતામાં ઉતાર્યો છે.
છેલ્લા ૪ મહિનામાં પ્રધાનમંત્રીના નેતૃત્વમાં નવી સંસદ, વિશ્વકર્મા યોજના,ચંદ્રયાન-૩ ની સફળતા, G20ની યજમાની, અને નારી શક્તિ વંદન અધિનિયમ સહિતના નોંધપાત્ર કાર્યો થયા છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં એનડીએ સરકાર ભારતને વિશ્વમાં પોતાનું સ્થાન અંકિત કરવા માટે કટિબદ્ધ છે.મોચી,સુથાર, કડિયાકામ, સુનાર સહિત ૨૦ પ્રકારના કાર્યો કરતા નાના વ્યવસાયિકો કે જેમના યોગદાન સિવાય દેશનો વિકાસ શક્ય નથી તેમના માટે આઝાદી પછી પ્રથમ વખત વિશ્વકર્મા યોજના જાહેર કરી સ્કીલ અપગ્રેડ અને ટૂલકિટ સહિતની વ્યવસ્થાઓ માટે તે સૌને એક માળામાં ૨૦ મણકાની જેમ પરોવી તેમને આગળ વધારવા કવાયત કરી છે. શાહે અંતમાં ઉપસ્થિત સૌને ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા ઓછામાં ઓછાં ત્રણ વૃક્ષનો ઉછેર કરવા તેમજ ત્રાગડના રહેણાંક વિસ્તારોમાં સામૂહિક વૃક્ષારોપણ કરવા અપીલ કરી અ.મ્યુ.કો. અને ઔડા તેમજ ગાંધીનગર મ્યુનસિપલ કોર્પોરેશન અને ગુડા સમાવિષ્ટ વિસ્તારમાં વૃક્ષ આચ્છાદન ૫% સુધી લઈ જવા યોગદાન આપવા આહવાન કર્યું હતું.
આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અ.મ્યુ.કો. ની સમગ્ર ટીમને સ્માર્ટ હેરિટેજ, સ્માર્ટ સિટી, વેસ્ટ કલેક્શન મોનીટરીંગ પ્રોજેક્ટ માટે રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ પ્રાપ્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપાની સરકારે ઇઝ ઓફ લિવિંગ ને પ્રાધાન્ય આપ્યું છે, લોકોનું જીવન વધુ સરળ બને તેના પર વિશેષ ભાર મુકાયો છે. સરકારનું એક પણ અઠવાડિયું એવું નથી જતું કે કોઈ વિકાસલક્ષી કાર્યનું લોકાર્પણ કે ખાતમુહુર્ત ન થતું હોય. ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહે જે કહેવું તે કરવું સૂત્રને સાકાર કરી લોકસભા ક્ષેત્રમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યો પૂર્ણ કર્યા છે. રાજ્યની ભાજપા સરકાર સર્વજનહિતાય, સર્વજનસુખાયના મંત્ર સાથે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી ના દિશાદર્શનમાં ગુજરાતના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. તેઓએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સ્વચ્છતા એ જનઆંદોલન બન્યું છે ત્યારે આપણે સૌ આપણી આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા શ્રમદાન કરીએ.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર પ્રતિભાબેન જૈન, સાંસદો ડો. કિરીટ સોલંકી, હસમુખભાઈ પટેલ, નરહરિ અમીન, પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, ડે. મેયર જતીનભાઈ પટેલ, સ્ટે. કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી, ધારાસભ્યો, સબંધિત અધિકારીગણ, ગણેશ હાઉસિંગ ગ્રુપના દિપકભાઈ, શેખરભાઈ, ચુંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ, સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.
![Bharat News1](https://secure.gravatar.com/avatar/b456ec41578bec6e8f2757e0ad057200?s=96&r=g&d=https://bharatnews1.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)