Search
Close this search box.

વડાપ્રધાનના જન્મદિવસે વડોદરા મહાનગર શ્રી કમલમ કાર્યાલયનો શિલાન્યાસ

भारत न्यूज 1 प्रतिनिधि मीहीर शिकारी कणाॅवती

આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગર  શ્રી કમલમ કાર્યાલયનો શિલાન્યાસ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યો.

કોંગ્રેસના બે પૂર્વ શહેર પ્રમુખ તેમજ પૂર્વ કાઉન્સિલરો સહીત સામાજીક અગ્રણીઓ મોટી સંખ્યામાં આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજના હસ્તે ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને તેમના શુભ પ્રસંગે સેવાકીય પ્રવૃતિ કરવાનો મંત્ર આપ્યો છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી વિથ ડિફરન્સ છે. –  સી.આર.પાટીલ

દેશને ભ્રષ્ટાચાર મુક્ત સાશન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપ્યું .

આવનાર લોકસભામાં આપણે 400 બેઠકોનો ટાર્ગેટ પ્રાપ્ત કરવા પ્રયાસ કરવાનો છે અને ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો પાંચ લાખથી જીતવાનો સંકલ્પ કરવાનો છે. –  સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે,આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગર દ્વારા શ્રી કમલમ કાર્યાલયનો શિલાન્યાસ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યો. આ પ્રસંગે જીલ્લાના પ્રમુખ ડો. વિજયભાઇ શાહે સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ કાર્યક્રમમાં સામાજીક અગ્રણીઓ અને કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખો  સુરેશભાઈ પટેલ અને  પ્રશાંતભાઈ પટેલ, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ પરમાર, જયેન્દ્રભાઈ ઠાકોર,શ્રીમતી મીનલબેન ગોહિલ, વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર જયેશભાઈ ઠક્કર અને કોંગ્રેસના શહેરના પૂર્વ હોદ્દેદારો ,NSUIના અસંખ્ય કાર્યકર્તાઓ સહિત ઉદ્યોગપતિઓ આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

 

 

 

 

આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગરનું કાર્યાલય શ્રી કમલમ નું શિલાન્યાસ કરવામાં આવ્યું છે તે બદલ અભિનંદન તેમજ આજે વિવિધ રાજકીય પાર્ટીના કાર્યકરો અને સામાજીક અગ્રણીઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેમનું પાર્ટીમાં સ્વાગત છે. વડાપ્રધાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને તેમના જન્મ દિવસે સેવાકીય પ્રવૃતિ કરવાનો મંત્ર આપ્યો છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી વિથ ડિફરન્સ છે. કોરોના જેવી મહામારીમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઇના માર્ગદર્શનમાં દેશને કોરોના મુક્ત બનાવવામાં સફળતા મળી છે. કોરોના સમયમા કેન્દ્ર અને રાજય સરકારે જે કામગીરી કરી તે અંગે વિસ્તૃત માહિતી આપી તેમજ કેન્દ્ર સરકારે આશરે 180 જેટલી યોજનાઓ દરેક ક્ષેત્રેને ધ્યાને રાખી બનાવી છે.

પાટીલે વધુમાં જણાવ્યું કે, આ દેશના  વડાપ્રધાન તરીકે દેશની જનતાને પાકા મકાન મળે તે માટે પ્રયાસ કર્યા, ગરિબ વ્યકિતને ધંધો કરવા લોન મળે તે માટે યોજના બનાવી, આયુષ્યમાન યોજના બનાવી જેથી ફ્રીમાં દર્દીની સારવાર થઇ શકે.આજે સરકારની કોઇ યોજના માટે કોઇ એજન્ટની જરૂર નથી. દેશને ભ્રષ્ટાચાર મુક્ત સાશન વડાપ્રધાને આપ્યું છે. કોંગ્રેસના કાર્યકરોને સેવા કરવી નથી તેમને મેવા જ ખાવા છે.આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે દેશની જનતાએ તેમના દીર્ધાયુ માટે પ્રાર્થના કરી છે. આવનાર લોકસભામાં આપણે 400 બેઠકોનો ટાર્ગેટ પ્રાપ્ત કરવા પ્રયાસ કરવાનો છે અને ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો પાંચ લાખથી જીતવાનો સંકલ્પ કરવાનો છે.

આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, સાંસદ  રંજનબેન ભટ્ટ,શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, વિધાનસભાના દંડક  બાલકૃષ્ણભાઈ શુકલા, વડોદરાના મેયર પીન્કીબેન સોની, ધારાસભ્યો  યોગેશભાઈ પટેલ, કેયુરભાઈ રોકડિયા, મનીષાબેન વકીલ, ચૈતન્યભાઈ દેસાઈ,ડેપ્યુટી મેયર  ચિરાગભાઈ બારોટ, પ્રદેશ સહ પ્રવકતા ડૉ ભરતભાઈ ડાંગર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  ડૉ.શીતલભાઈ મિસ્ત્રી,શહેર મહામંત્રીઓ,પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા .

સબસ્ક્રાઈબ અને શેર  કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

વેબ ચેનલ  :- https://bharatnews1.com/

યુયુટ્યુબ ચેનલ :- https://www.youtube.com/@BharatNews1-23

ટેલીગ્રામ ચેનલ:- https://t.me/bharatnews1newschannel

વોટ્સઅપ ચેનલ:-https://chat.whatsapp.com/IBZfYz989diHkQlutWcHjO

Bharat News1
Author: Bharat News1

भारत न्यूज़ 1 चैनल को सब्सक्राइब करने के लिए नीचे दिए गए लिंक पर क्लिक करें।

वेब पोर्टल चैनल:- https://bhartnews1.com
यूट्यूब चैनल:- https://www.youtube.com/@Bharatnews1-23
*टेलीग्राम चैनल :-*https://t.me/bhartnews1newschannel
व्हाट्सएप चैनल :- https://chat.whatsapp.com/IBZfYz989diHkQlutWcHjO
*फेसबुक पेज:-*https://www.facebook.com/profile.php?id=100095691483970&mibextid=ZbWKwL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Like

Read More