ભારત ન્યૂઝ 1 પ્રતિનિધિ મિહિરભાઈ – અમદાવાદ, સુરત
આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી આજે ન માત્ર ગુજરાત કે દેશમાં પરંતુ વિદેશમાં રહેતા ભારતીયો પણ કરે છે.- સી.આર.પાટીલ,પ્રદેશ પ્રમુખ ભાજપ, ગુજરાત
જનતાને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કોંગ્રેસના ઇન્દિરા આવાસ જેવા મકાનો કે જે ને લાત મારો તો દીવાલ તૂટી જાય, વરસાદ પડે તો પાણી પડે તેવું મકાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કયારેય નહી આપે.- શ્રી સી.આર.પાટીલ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશમાં વિકાસની રાજનીતી સ્થાપિ દેશને આત્મનિર્ભર ભારત થકી વિકસીત ભારત બનાવવા દેશના મેડિકલ, સૈન્ય, ઉદ્યોગ, એજ્યુકેશન, મહિલા,યુવા એમ દરેક ક્ષેત્રે અનેક કાર્યો થકી સૌનો સાથ,સૌનો વિકાસ,સૌના પ્રયાસના સુત્રથી ભારતને નવી ઓળખ અપાવનાર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મદિવસ છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજીત જનઆશિર્વાદ સંમેલન પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું. સુરત મહાનગરના પ્રમુખ નિરંજનભાઇ ઝાંઝમેરાએ પ્રાસંગીક સંબોધન કર્યુ.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી આજે ન માત્ર ગુજરાત કે દેશમાં પરંતુ વિદેશમાં રહેતા ભારતીયો પણ કરે છે. આજે વિદેશમાં રહેતા ભારતીયો પણ માને છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વ્યકિતત્વ અને નેતૃત્વ એક વિશેષ પ્રકારનું છે તે સાબિત કરે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિશિષ્ટ કાર્યોનું યોગદાન ન માત્ર આપણા દેશ માટે પરંતુ દુનિયા માટે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના પનોતા પુત્ર છે આપણા તત્કાલીન મુખ્યમંત્રી હતા એટલે ગુજરાત સાથે તેમનો સબંધ એક વિશિષ્ટ છે.
પાટીલે વધુમાં જણાવ્યું કે, આખા દેશમાં કોઇ નાગરિક ઘર વિહોણો ન રહે તેવો સંકલ્પ કોઇ કરી શકે તો તે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ. આવનાર એક વર્ષમાં દેશના તમામ વ્યકિતને પોતાનું ઘર મળે તેનો સંકલ્પ કર્યો હતો તેનો સંપુર્ણ પ્રયાસ કરી રહ્યા છે. આ સંકલ્પ પુર્ણ કરવાની તાકાત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની છે અને તે ચોક્કસ પુર્ણ કરશે. જનતાને વિશ્વાસ છે કે વડાપ્રધાનશ્રી કોંગ્રેસના ઇન્દિરા આવાસ જેવા મકાનો કે જે ને લાત મારો તો દીવાલ તૂટી જાય વરસાદ પડે તો પાણી પડે તેવું મકાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કયારેય નહી આપે. કોંગ્રેસે ક્યારેક કહ્યુ હતું કે મકાન માટે ફોર્મ ભરો અમે મકાન આપીશું અને લોકોએ ફોર્મ ભર્યા તે બધા ફોર્મ દરિયાકાંઠે અને નદીકાંઠે બીનવારસી હાલતમાં મળતા લોકોને હતું કે હવે મકાન ન બને પણ નરેન્દ્ર મોદી હૈ તો મુમકીન હૈ. આજે દેશના લોકોને સારા મકાન મળતા થયા છે જે લાભાર્થીઓ પણ આજે અહી આવ્યા છે.
સી આર પાટીલે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાને અનેક યોજનાઓ જાહેર કરી છે જેમાં આયુષ્યમાન ભારત યોજના, સ્વનિધિ યોજના, મહિલાઓને ગેસના કન્કેશન, સુકન્યા સમૃદ્ધિ યોજના, સહિત 180 જેટલી યોજનાઓ જાહેર કરી છે. તેમના માર્ગદર્શનથી રાજયમાં કુપોષિત બાળકોને સુપોષિત કરવાનો પ્રયાસ ભાજપના કાર્યકર્તા અને સરકાર સાથે મળી કરી રહ્યા છે. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે આવતીકાલથી આખા રાજયમાં બે દિવસ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની અને રાજય સરકારની દરેક યોજનાનો લાભ અપાવવા વિનંતી કરી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે પખવાડીયુ સેવાકીય કાર્યો થકી ઉજવણી કરવાની છે જેનાથી જનહિતની સેવા થાય.
આ કાર્યક્ર્મમાં રાજય સરકારના મંત્રી મુકેશભાઇ પટેલ,પ્રદેશના ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઇ પટેલ,સુરત શહેરના પ્રભારી શિતલબેન સોની,સુરત શહેરના મેયર દક્ષેશભાઇ માવાણી, ધારાસભ્યો પુર્ણેશભાઇ મોદી, વિનુભાઇ મોરડીયા, સંગીતાબેન પાટીલ, પ્રવિણભાઇ ઘોઘારી, અરવિંદભાઇ રાણા, મનુભાઇ પટેલ, સંદીપભાઇ દેસાઇ તેમજ નરોત્તમભાઇ પટેલ, ડો. મોસીન લોખંડવાલા,ડે.મેયર ડો. નરેન્દ્રભાઇ,સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રાજનભાઇ સહિત સુરત શહેરના અગ્રણીઓ અને કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો
ટેલીગ્રામ:- https://t.me/bharatnews1newschannel
યુટ્યુબ: – https://www.youtube.com/@BharatNews1-23
વોટ્સઅપ: – https://chat.whatsapp.com/IBZfYz989diHkQlutWcHjO
વેબ ચેનલ : – https://bharatnews1.com/