ભારત ન્યૂઝ 1 ગાંધીનગર
પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર અડાલજ ખાતે ત્રિમંદીરમાં દર્શન કરી તેમના દિર્ઘાયુ તથા નિરામય જીવનની પ્રાર્થના કરતા ગુજરાતના મુખ્યમંત્રી
ગાંધીનગર: રાજ્યના યશસ્વી તથા નિર્ણાયક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે આજે રવિવારે વહેલી સવારે અડાલજ ખાતે ત્રિમંદીરમાં સીમંધર સ્વામી અને અન્ય દેવ દેવતાઓના દર્શન પૂજન કરી વડાપ્રધાનના દિર્ઘાયુ તથા નિરામય જીવનની પ્રાર્થના કરી હતી .વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વમાં પ્રગતિ ની નવી ઉંચાઈઓ સર કરે તેવી મંગલ કામના મુખ્યમંત્રીએ કરી હતી. તેમણે દાદા ના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના પણ કરી હતી.
Subscribe Bharatnews1 and Share
Telegram:- https://t.me/bharatnews1newschannel
Whatsapp:- https://chat.whatsapp.com/IBZfYz989diHkQlutWcHjO
YouTube: – https://www.youtube.com/@BharatNews1-23